અમારા ઉદ્યોગમાં સફળતા માટે માંગ પેદા કરવી એ મહત્વનું છે. તેમાં જ ઉત્પાદનના કામગીરીના મુખ્ય સૂચકાંકો (કેપીઆઇ) અને ગ્રાહક માટે મહત્તમ મૂલ્ય ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા દર્શાવવામાં આવે છે. આમ એક સંભવિત ગ્રાહકના સંતોષ થકી જ તેઓ ગ્રાહક તરીકે જોડાય છે.
2020 માં આપણે કોવિડની મહામારી સામે લડત આપવાની સાથે સાથે ગ્રાહકના સંપર્કમાં રહેવાના નવા પ્રકારો પણ શોધ્યા, જેમાંથી એક છે ઇ-ખેતરો (અગાઉના અંકમાં આવરી લેવામાં આવેલ છે). અને આ દરેક પ્રકાર તેની સાથે ટેક્નોલોજીનો સમન્વય અને સુધારની અસંખ્ય સંભાવનાઓ લાવે છે - તેમાં નવીનતમ છે અમારા નિદર્શન ભૂખંડની સુંદરતાને કેમેરામાં કેદ કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ.
ઑથોરિટી® નેક્સ્ટ, આ વર્ષે મહારાષ્ટ્રમાં સોયાબીનના ખેડૂતો માટે નેક્સ્ટ-જેન નીંદણનાશક શરૂ કરવામાં આવ્યું છે; અમારા પાયલટ પ્રોજેક્ટ માટે એક સંપૂર્ણ યોગ્ય ઉત્પાદન બની ગયું. જો કે અમારી ટીમ 27000+ ખેડૂતો સાથે વોટ્સએપ વિડિયો કોલ, ઝૂમ અને રૂબરૂ મુલાકાતો દ્વારા જોડાયેલી હતી, ત્યારે અમે હાઇ-ડેફિનેશન ડ્રોન કેમેરા દ્વારા ઇ-ફિલ્ડસને પણ આગલા સ્તર પર લઈ જવાનું વિચાર્યું.
ઑથોરિટી® નેક્સ્ટ 1 દિવસથી જ ઉત્તમ નીંદણ નિયંત્રણ પ્રદાન કરે છે, અને વાવણી પછીના 40 દિવસે (ડીએએસ)માં મુખ્ય પ્રદર્શન સૂચકાંક (કેપીઆઇ) સૌથી વધુ છે જેમાં સુઘડ અને સ્વચ્છ, નીંદણ મુક્ત ખેતરમાં સ્વસ્થ પાક ઉગે છે. દવાનો ઉપયોગ કરવામાં આવેલ ભૂખંડને 4 ફૂટ, 10 ફૂટ, 70 ફૂટ અને તેથી પણ વધુ 100 ફૂટની ઊંચાઈએથી કેમેરામાં હવાઈ દૃશ્ય કંડારવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઉટપુટની સુંદરતા અદ્ભુત હતી; અહીં તેની કેટલીક ઝલક આપવામાં આવી છે.
અમે ફૂલ ઊગવાના શરૂઆતના તબક્કામાં કોરાજન® નો છંટકાવ થયા બાદ 85-90DAS પર કેમેરા દ્વારા આગામી રેકોર્ડિંગની યોજના બનાવી છે. આ તબક્કામાં નીંદણનાશકના ફક્ત કેપીઆઇ જ નહીં પરંતુ હરિયાળા અને પુષ્કળ ફળો ધરાવતા પાકમાં દેખાતા ઉત્કૃષ્ટ કીટ સુરક્ષાનું પરિણામ પણ રેકોર્ડ કરવામાં આવશે. આમ આ વિડિયોનો ઉપયોગ વિવિધ મંચો પર ખેડૂત સભાઓ માટે અમારા ઉત્પાદનો માટે ઉત્તેજના અને માંગ પેદા કરવા માટે કરવામાં આવશે.
ડ્રોન કેમેરાએ અમને 100 ફુટ ઊંચે ક્ષિતિજ બતાવી છે, જે અપાર શક્યતાઓથી ભરેલી છે. અને અમે આગામી સમયમાં તેનો સર્વોત્તમ ઉપયોગ કરીશું.