મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ટાલસ્ટાર® કીટનાશક

ટાલસ્ટાર® કીટનાશક એક વ્યાપક કીટનાશક છે, જે સંપર્ક અને કીટકોના ખોરાકના માધ્યમથી કપાસમાં કપાસી કીડા અને સફેદ માખી, ડાંગરમાં પાંદડા વાળનાર અને થડ ખાનારી ઈયળ અને શેરડીમાં ઉધઈ સામે પ્રભાવી સુરક્ષા પ્રદાન કરે છે.

ગુણધર્મો

  • વ્યાપક સ્તરે અને અવશેષનું સર્વોત્તમ નિયંત્રણ
  • સમૂળ નાશ કરવાની કાર્ય પદ્ધતિને કારણે વિવિધ ચૂસિયા અને પાંદડા ચાવતા કીટકોથી ઝડપી સુરક્ષા પ્રદાન કરે છે
  • ઊંચા તાપમાને સ્થાયી, ઓછું અસ્થિર અને ત્વચા પર ઓછી બળતરા
  • પાણી સાથે માટીમાં વહી જતું નથી અને માટી સાથે એક સમાન અવરોધ રચીને આદર્શ ઉધઈનાશક તરીકે કામ કરે છે

સક્રિય ઘટકો

  • બાયફેન્થ્રિન 10% ઇસી

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનની માહિતી

ટાલસ્ટાર® કીટનાશક, એકારિસાઇડ્સ ગુણધર્મો ધરાવતું એક વ્યાપક કીટનાશક છે, તે તેની વિનાશક અસરો અને વિવિધ ચૂસિયા અને પાંદડા ચાવતા કીટકો પર લાંબા સમય સુધીના નિયંત્રણ માટે જાણીતું છે. પાંદડા પર છંટકાવ દ્વારા ટાલસ્ટાર® કીટનાશક અનોખી જૈવિક સંરચનાને કારણે ઉચ્ચ તાપમાનની સ્થિતિમાં પણ સ્થિર રહીને અસરકારક રીતે કામ કરે છે. માટી દ્વારા ઉપયોગના કિસ્સામાં, તેના માટીના ઘટ્ટ કરવાના ગુણધર્મો તેને અન્ય બ્રાન્ડની સરખામણીમાં ઉધઈ પર સર્વોત્તમ નિયંત્રણ પ્રદાન કરે છે. ઉત્પાદનની ઓછી અસ્થિરતા અને ત્વચા પર ઓછી બળતરાના કારણે, તે અસરકારક કીટ નિયંત્રણ ઈચ્છતા ખેડૂતો માટે બહેતર પસંદગી બને છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • ચોખા
  • શેરડી
  • કપાસ