અરાજેન લાઇફ સાયન્સ (અગાઉની જીવીકે બાયો) અને એફએમસી કોર્પોરેશન એક વ્યૂહાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. આ સહયોગ દ્વારા, અરાજેન રાસાયણિક, જૈવિક તથા રાસાયણિક પ્રક્રિયાના વિકાસને લગતી શોધ માટે એફએમસીની વૈશ્વિક શોધ અને વિકાસ જરૂરિયાતોમાં સહાય કરશે.
આ ભાગીદારીનો હેતુ એફએમસી કોર્પોરેશનના નવા કૃષિ-રાસાયણિક ઉત્પાદનોને વેગ આપવાનો છે. "આ લાંબા ગાળાની ભાગીદારી દ્વારા એફએમસી, કે જે પાક વિજ્ઞાનમાં વૈશ્વિક અગ્રણી સંસ્થાઓમાંથી એક છે, તેના સંશોધન અને વિકાસને વેગ આપવામાં મદદરૂપ બનવું એ અમારે માટે લહાવો છે. તમામ શોધ અને વિકાસ માટે આ સહયોગનું વિસ્તરણ એ એફએમસીના અરાજેનમાં વિશ્વાસનો પુરાવો છે. અમે અમારા ભાગીદાર સાથે વધુ સફળતાઓ મેળવવા માટે આતુર છીએ", તેમ અરાજેનના સીઇઓ મન્ની કાંતિપુડીએ જણાવ્યું.
એફએમસી કોર્પોરેશનમાં સંશોધન અને વિકાસ વિભાગના મુખ્ય ટેક્નોલોજી અધિકારી કેથલીન શેલ્ટને ભાગીદારી કરાર વિશે વાત કરતા કહ્યું, "અરાજેન ઘણા વર્ષોથી એફએમસીનું મૂલ્યવાન સાથીદાર રહ્યું છે," તેમ એફએમસીના ઉપ-પ્રમુખ અને ટેક્નોલોજી અધિકારી કેથલીન શેલ્ટને જણાવ્યું. "આ ભાગીદારી સંશોધન અને વિકાસના અનેક વિભાગોમાં વિસ્તરેલી છે અને અમે અમારા મજબૂત કાર્યકારી સંબંધની પ્રશંસા કરીએ છીએ."