મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ફોલ આર્મીવોર્મનો નાશ

પ્રસ્તુત કરી રહ્યા છીએ કોરાજન® 80 મિલી, મકાઈના ખેડૂતો માટે

ઉપભોક્તા બજાર કે ઉપભોક્તા સામાનના ઝડપથી બદલાતા વિશ્વમાં બ્રાન્ડના પૂરતા ઉદાહરણો છે, જેમણે અનુસરણીય સ્થિતિ પ્રાપ્ત કરી છે, પરંતુ અમારા કોરાજન® ની જેમ, શ્રેષ્ઠ પ્રગતિ અને સ્વીકૃતિ ધરાવતા કૃષિ-ઉત્પાદન ઉદ્યોગની બ્રાન્ડના ભાગ્યે જ કોઈ ઉદાહરણ છે. કોરાજન® એક દાયકાથી વધુ સમયથી ભારતીય ખેડૂતોની સેવા કરી રહ્યું છે અને આજે ખેડૂતો માટે એક જાણીતું નામ બની રહ્યું છે. પ્રતિસ્પર્ધીઓ પણ આ બ્રાન્ડની ઈર્ષ્યા કરતાં આદર વધુ કરે છે!

કોરાજન® ની સફળ ગાથાઓમાંથી એક એ મકાઈમાં ફોલ આર્મીવોર્મના સંચાલન સાથે સંકળાયેલી છે. ભારતમાં રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ પ્રણાલી તૈયાર કરીને અમારી ટીમે 'સફલ' અભિયાન દ્વારા, ફોલ આર્મીવોર્મના અતિક્રમણ સામે લડવા માટે ભારતના ખેડૂતોને સશક્ત કરીને અદ્ભુત કામ કર્યું, અને આ અભિયાનમાં કોરાજન® દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું. આ સફળતાને આગળ ધપાવતા, આ વર્ષે અમને ભારતીય નિયમનકારી સત્તા (સીઆઇબીઆરસી) દ્વારા કોરાજન® ના 80 મિલી પેકને મંજૂરી આપવામાં આવી છે. આ એસકેયુ શા માટે મહત્વપૂર્ણ છે (અથવા હશે)? આનો સંબંધ કોરાજન® ના ઉપયોગના દર પર નિર્ભર છે. આ પેક એક એકરના ડોઝ માટે ખાસ કરીને તૈયાર કરેલ છે. આ અમારી વેચાણ ટીમ અને તેમને યોગ્ય સલાહ આપવામાં મદદ કરશે અને મકાઈ ઉત્પાદકોને યોગ્ય માત્રાનો ઉપયોગ કરવામાં મદદ કરશે, કે જેથી તેમને મકાઈમાં આ ભયજનક કીટકનો એક ટકાઉક્ષમ ઉકેલ મળી શકે.

80 મિલી એસકેયુમાં ઘણી નવી વિશેષતાઓ છે. સાવલી ઉત્પાદન ટીમ તરફથી વ્યક્તિગત મોનો-કાર્ટન સાથે 80 મિલી એસકેયુનું ઉત્પાદન એ પ્રથમ અભિયાન છે. સ્થાનિક વેચાણ અને માર્કેટિંગ ટીમોએ પણ પરિવારના આ નવા સભ્યને આવકાર્યું છે. ઇન1 એસબીયુ ટીમને આ નવા પેકને મકાઈનું ઉત્પાદન કરતાં મુખ્ય ભૌગોલિક પ્રદેશો- પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાહેર કરવાનો વિશેષ લાભ મળ્યો હતો. આ વર્ષે ટીમે મકાઈ માટે સંપૂર્ણ જોર સાથે નવીન અભિયાન, કોરાજન®, દસ કા દમ ચલાવવાનું નક્કી કર્યું છે. એક વિચારપૂર્વક તૈયાર કરેલ સંચાર વ્યૂહરચના 'દસ કા દમ' (દસની શક્તિ – ટેન કમાંડમેન્ટ્સમાંથી લીધેલ પ્રેરણા!), જ્યારે કોરાજન® ને યોગ્ય માત્રા અને યોગ્ય સમયે વાપરવામાં આવે ત્યારે તે મકાઈના ઉત્પાદકને તેના 10 વિવિધ લાભો દર્શાવે છે. માર્કોમની ટીમે કોઈ પણ સમય ગુમાવ્યા વિના વેચાણના સ્થળે, સોશિયલ મીડિયા પર અને વોટ્સએપ પર સામૂહિક બ્રાન્ડિંગ માટે ટીઝર વિકસાવ્યા હતા અને કોલેટરલ લોન્ચ કર્યા હતા.

મકાઈ એક એવો પાક છે કે જેનું મહત્વ ભારતમાં બદલાતી ખાદ્ય આદતો અને તેના ઘણા આનુષંગિક ઉપયોગોના વિકાસ સાથે વધી રહ્યું છે. મકાઈની વેચાણ કિંમત વધારવા માટે સરકારના ટેકાથી ખેડૂતો વધુ સારા રાસાયણિક ઉત્પાદનોના ઉપયોગ તરફ વળશે. ભારતમાં મકાઈના ઉત્પાદકો માટે ફોલ આર્મીવોર્મ અને અન્ય લેપિડોપ્ટેરન કીટકો પર કાબૂ મેળવવા માટે કોરાજન® સૌથી શ્રેષ્ઠ દવા તરીકે પ્રથમ ક્રમે રહી છે અને રહેશે.

Fall Armyworm, To Fall