
સમુદાય જોડાણ
સમુદાય જોડાણ અને વિકાસ એ ટકાઉક્ષમતા અને કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રત્યે એફએમસીની પ્રતિબદ્ધતાનો અભિન્ન ભાગ છે. અમે દેશના વિવિધ ભાગોમાં ગ્રામીણ અને ઉપનગરીય સમુદાયો સાથે કામ કરીએ છીએ, અને તેમના આરોગ્ય અને જીવનધોરણને સુધારવા માટે સંસાધનો વધુ સારી રીતે ઉપલબ્ધ થાય તે માટે મદદ કરીએ છીએ. ગ્રામીણ સમુદાય ઉપરાંત, અમારું વિશેષ ધ્યાન અમારા ઉત્પાદન કરતાં કારખાનાઓની આસપાસ રહેતા સમુદાયો પર છે.
એફએમસી ઇન્ડિયા પાનોલી, ગુજરાતમાં અત્યાધુનિક ઉત્પાદન કારખાનું ધરાવે છે. અમે કારખાનાની આસપાસ સામાજિક માળખાના ઉત્થાનમાં યોગદાન આપવા માટે અનેક પહેલ હાથ ધરી છે જે સંસાધનોની સુલભતા વધારવામાં વધુ મદદરૂપ થશે. અમારા કેટલાક તાજેતરના કાર્યોમાં નજીકના ગામની શાળામાં કોમ્પ્યુટરનું દાન, તાજા પીવાલાયક પાણી માટે બોરવેલની સ્થાપના અને દાન, રમતગમત સ્પર્ધાઓનું પ્રાયોજન અને ગામના નાના સ્ટેડિયમના આધુનિકીકરણનો સમાવેશ થાય છે. અમે ઔદ્યોગિક ક્ષેત્રના પ્રવેશદ્વારના વિસ્તારને હરિયાળો બનાવવાની જવાબદારી પણ લીધી છે. આ પ્રદેશમાં ઘાસવાળી જમીનની જાળવણી, વૃક્ષો અને છોડવાઓનું વાવેતર, પાણીના છંટકાવની સ્થાપના, દોડવા માટેનો રસ્તો બનાવવો અને પાણીની ભરણીવાળા તળાવની જાળવણી એફએમસી દ્વારા કરવામાં આવશે. અમે આસપાસના વિસ્તારોમાં વૃક્ષોના વાવેતરની ઝુંબેશ, ગામમાં બાંકડાની સ્થાપના, સ્થળાંતરિત કામદારોને જમવાની સગવડ વગેરે જેવી અન્ય પ્રવૃત્તિઓનું આયોજન નિયમિતપણે કરીએ છીએ.
પાનોલી સાઇટ એફએમસીની પ્રથમ ઉત્પાદન સાઇટ છે, જે પોતાની ઊર્જાની આવશ્યકતાના 15% ની પ્રાપ્તિ સાઇટ પર સ્થિત 50 મેગાવોટના સૌર ઊર્જા પ્લાન્ટ દ્વારા કરે છે. અમારું લક્ષ્ય વધુ પ્રમાણમાં સૌર ઊર્જા મેળવવાનું અને અમારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનું છે.
ભવિષ્યમાં આવી પહેલ અને વધુ કલ્યાણ કેન્દ્રિત પ્રોજેક્ટ્સ સાથે, અમે અમારા સમુદાયો સાથેનું જોડાણ આગળના સ્તર પર લઈ જવા અને અમારા ઇકોસિસ્ટમ્સના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.