અત્યાધુનિક ટેક્નોલોજીમાં નવીનતા લાવવાની સાથે સાથે એફએમસી ખેડૂતોની જરૂરિયાત અનુસાર અને ખેતી માટેના ટકાઉ ઉકેલોની મદદથી ખેડૂતોને મદદ કરીને ભારતના ગ્રામીણ સમુદાયોની વૃદ્ધિ અને વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે.
એફએમસી સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્ય (એસડીજી) 6.1 માટે પ્રતિબદ્ધ છે, જેનો હેતુ 2030 સુધીમાં સૌ માટે સુરક્ષિત અને વ્યાજબી દરે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ, જળ ગુણવત્તા સૂચકાંકમાં ભારત 122 દેશોમાંથી 120 મા સ્થાને છે, અને ભારતમાં પાણી પુરવઠાનું આશરે 70 ટકા પાણી પ્રદૂષિત હોવાનો ભય રહેલો છે. પીવા માટે અપર્યાપ્ત સ્વચ્છ પાણી ભારતના સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક ક્ષેત્રોને અસર કરે છે.
ભારતમાં 163 મિલિયનથી વધુ લોકોને તેમની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પીવાનું પાણી મળતું નથી. પરિણામે, ભારતમાં દૈનિક લગભગ 400 મિલિયન લોકો પાણીજન્ય રોગોના ભોગ બને છે અને અતિસારને કારણે દરરોજ 500 થી વધુ બાળકોના મૃત્યુ થાય છે. મહિલાઓ અને છોકરીઓ દ્વારા દૂરના અને ઘણીવાર અસુરક્ષિત સ્થળોએથી પાણી લાવવા માટે વેડફાતા લાખો ફળદ્રુપ કલાકો ઉપરાંત, પાણીજન્ય રોગોને કારણે પ્રતિ વર્ષ અડધો અબજ ડૉલરના મૂલ્ય જેટલા કામના દિવસો વેડફાય છે. ગ્રામીણ વસ્તીના 70% લોકોને પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે, અને ઉત્તર પ્રદેશમાં તે વધુ પ્રમાણમાં છે.
એફએમસીએ ભારતમાં ગ્રામીણ સમુદાયો માટે પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવા માટે એક બહુવર્ષીય કાર્યક્રમ - સમર્થની શરૂઆત કરી છે. સમર્થ (સમર્થ એ હિન્દી શબ્દ છે જેનો અર્થ સશક્ત થાય છે) ની શરૂઆત 2019 માં ઉત્તર પ્રદેશથી થઈ હતી અને તેને હવે ભારતના વધુ રાજ્યોમાં વિસ્તૃત કરવામાં આવે છે.
તબક્કા 1, 2019 વિશે મહત્વપૂર્ણ માહિતી
- ઉત્તર પ્રદેશમાં પાણી શુદ્ધિકરણ માટે 2000 લિટર પ્રતિ કલાક; 48 હજાર લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા 15 એકમો સ્થાપવામાં આવ્યા છે.
- 60 લાભાર્થી ગામો, ખેડૂતોના લગભગ 40000 જરૂરીયાતમંદ પરિવારોને ફાયદો.
- વિતરણ એકમો સ્વાઇપ કાર્ડ્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પ્રત્યેક સ્વાઇપ દ્વારા 20 લિટર પ્રાપ્ત થાય છે.
- દરેક પરિવારને દૈનિક 18-20 લિટર પાણીની ફાળવણી સાથેનું એક સ્વાઇપ કાર્ડ મળે છે.
- આ એકમોને સહકારી ધોરણે ગ્રામ સમુદાય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એફએમસીના કર્મચારીઓ સ્થાનિક સમુદાયોને તાલીમ અને વ્યવસ્થાપન પૂરું પાડે છે.
તબક્કા 2, 2020 વિશે મહત્વપૂર્ણ માહિતી
- ઉત્તર પ્રદેશમાં લોકસમુદાય માટે પાણી શુદ્ધિકરણના 20 એકમો સ્થાપવામાં આવી રહ્યા છે.
- પંજાબમાં લોકસમુદાય માટે પાણી શુદ્ધિકરણના 9 એકમો સ્થાપવામાં આવી રહ્યા છે.
- 100 લાભાર્થી ગામો, લગભગ 80,000 જરૂરીયાતમંદ ખેડૂત પરિવારો સુધી પહોંચવાનું લક્ષ્ય.
- વિતરણ એકમો સ્વાઇપ કાર્ડ્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પ્રત્યેક સ્વાઇપ દ્વારા 20 લિટર પ્રાપ્ત થાય છે.
- દરેક પરિવારને દૈનિક 18-20 લિટર પાણીની ફાળવણી સાથેનું એક સ્વાઇપ કાર્ડ મળે છે.
- એફએમસીના કર્મચારીઓ સ્થાનિક સમુદાયોને તાલીમ અને વ્યવસ્થાપન પૂરું પાડે છે.