એશિયામાં, અને ખાસ કરીને ભારતમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓ એક પ્રબળ પ્રેરક બળ પૂરું પાડે છે. ગ્રામીણ ભારતમાં તેમની આજીવિકા માટે કૃષિ પર આધારિત મહિલાઓની ટકાવારી 84% જેટલી ઊંચી છે. આશરે 33% મહિલાઓ ખેડૂત અને લગભગ 47% ટકા મહિલાઓ કૃષિ શ્રમિકો (પશુપાલન, મત્સ્યોદ્યોગ અને દેશમાં ખાદ્ય ઉત્પાદનના અન્ય વિવિધ ગૌણ પ્રકારોને બાદ કરતા) છે. 2009 માં, પાકની ખેતી સાથે સંકળાયેલી સ્ત્રી કૃષિ શ્રમિકોમાંથી 94% કઠોળના ઉત્પાદન સાથે સંકળાયેલી હતી.
શ્રમિકોમાં મહિલાઓની સંખ્યા વધુ હોવા છતાં ભારતમાં તેમણે હજુ પણ પગાર, જમીનના અધિકારો અને સ્થાનિક ખેડૂત સંગઠનોમાં પ્રતિનિધિત્વના સંદર્ભમાં ભારે પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવો પડે છે.. વધુમાં, તેમના સશક્તિકરણનો અભાવ ઘણીવાર તેમના બાળકો માટે ઓછું શિક્ષણ અને નબળા પારિવારિક સ્વાસ્થ્ય જેવા નકારાત્મક બાહ્ય પરિસ્થિતિમાં પરિણમે છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, એફએમસી ભારતમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓમાં ક્ષમતા વધારવા માટેના એક કાર્યક્રમ પર કામ કરી રહી છે જેથી તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે.